અમૃત સમી મારા દિલના દરિયા માંથી ખુબ વહેલી
લાગણીઓ ને મેં કેવી પૂર્ણ શણગારેલી કહું તો કેમ?
પ્રેમ ગ્રંથ માં મારું નામ લખાશે કે, હતી એક પહેલી
ડર ના માર્યા હમેશા રાખી ધરબાયેલી કહું તો કેમ?
અષાઢમાં આકાશી વાદળની જેમ હતી મસ્ત મહોરી
વરસ્યા વિનાની રહી હમેશા ગોરંભાયેલી કહું તો કેમ?
સ્ખલિત હતી અને હતી ફક્ત્ તારા એક માટે વહાલી
પુરા જગમાં વિના કારણ એ વગોવાયેલી કહું તો કેમ?
મારી હતી, ઓજલ અને વિના પ્રદર્શિત ક્યાય થયેલી
છતાં સૌના મોઢે હતી એ બહુ ગવાયેલી કહું તો કેમ?
કોઈ અવરોધ વિના તારા માટે મેં છૂટી વહેતી મુકેલી
ઠોસ છતા તને હમેશા મળી એ કપાયેલી કહું તો કેમ?
પોતાના સ્વાર્થ માટે સૌ એ જાણે વ્યાપાર માં વેચેલી
હર દિલ માં થોડી થોડી હતી વહેચાયેલી કહું તો કેમ?
-કુશ
—

No comments:
Post a Comment