Pages

Tuesday, 11 September 2012

હાથોહાથ.

દરદ ખાનગી તું રોપજે દિલ માં હાથોહાથ,
ને દીવાનગી, તું રોપજે દિલ માં હાથોહાથ,

ખિલે પુષ્પ જેવી, પાનખર ભૂલવે એવી,
પ્રણય તાજગી, તું રોપજે દિલ માં હાથોહાથ,

ભલે માવજત માં ચૂભતા એક બે કાંટા,
છતાં જીંદગી, તું રોપજે દિલ માં હાથોહાથ,

ન ધરવો કદી, લપડાક ખાઈ ને બીજો ગાલ,
લે મર્દાનગી, તું રોપજે દિલ માં હાથોહાથ.

હું ભટકી ગયો જીવનમાં, તું નેક રસ્તે લાવ,
ખુદા, બંદગી તું રોપજે દિલ માં હાથોહાથ.

-ભાવેશ શાહ

No comments:

Post a Comment