શું કુદરત તણો ખેલ ઢળતી
ઉંમરે!
આશાઓ બધી મેલ ઢળતી ઉંમરે.
ધન-દોલત તણો મોહ છોડી દે હવે,
કર તું ત્યાગની પહેલ ઢળતી ઉંમરે.
જૂની આંખમાં રોજ દેખી ખટકતું,
કરજે અંધના ખેલ ઢળતી ઉંમરે.
વીતે આયખું સર્વ દેતાં કરણનું,
એ નાખે નીત ટહેલ ઢળતી ઉંમરે.
ઊડી જાય પંખેરું આઝાદી તણું,
ને જીવન બને જેલ ઢળતી ઉંમરે.
ટહૂકે ગજવતી જોડ કાયમ ના મળે,
જીવે મોર કે ઢેલ ઢળતી ઉંમરે.’
નિશદિન રૂપને રંગથી જે આપતો
એ જીર્ણ-શીર્ણ મહેલ ઢળતી ઉંમરે.
જગદીશ સાઘુ
(સુરત)
No comments:
Post a Comment