મારે તો ફક્ત તારી જ સાથે રહેવું,
નથી બીજું કાંઈપણ મારે કહેવું,
પ્રેમથી તારા પ્રવાહમાં વહેવું
મારે તો....
દર્દ જુદાઈનું શી રીતે સહેવું?
આંખોને તો બસ દિન-રાત વહેવું,
કોઈ તો કહે મારે કેટલું ખમવું?
મારે તો....
ભીની એ આંખોને કેમ કરી ભૂલવું?
સામા પૂરમાં મારે ક્યાં સુધી તરવું?
મરી મરીને આમ ક્યાં સુધી
જીવવું?
મારે તો...
મેહ વર્ષામાં ક્યાં સુધી બળવું?
પ્યાસ જન્મોજન્મની,
કેટલું તડફડવું?
કાયમ ‘પાગલ’ ને તારામાં
શી રીતે ભળવું?
- મારે તો....
- ડૉ. પ્રણવ ઠાકર
(વઢવાણ)
No comments:
Post a Comment