જે મારું હતું એને મારું કહી ન શક્યો,
આંખોમાં આંસુ હતા પણ રડી ન શક્યો.
સૂરજની સમીપે નાહકનો બેઠો છું હું,
બળ્યો દેહને છતાં બોલી ન શક્યો.
રૂપરૂપનો અંબાર હતી એ દિલરૂબા મારી,
એની સુંદરતાને હું પામી ન શક્યો.
પ્રયોજન વગર હસવું એ નિરર્થક છે ભલા,
મજબૂરીને મોસમનું નામ આપી ન શક્યો.
એણે વિશ્વ્વાસના વહાણ મધદરિયે જ ડૂબાડ્યા,
લાખ પ્રયત્ને પણ કિનારે પહોંચી ન શક્યો.
જંિદગી સંગ બાથ ભીડી’તી તેને પામવા,
બનાવટી પ્રેમને હું પરાયો કહી ન શક્યો.
ગીધડાઓની માફક ફોલી ખાધો છે મને,
તડપી રહ્યો છતાં મોતને મળી ન શક્યો.
એક’ દિ એણે કહ્યું’તું મળીશું સ્વપ્નમાં,
બસ, એ જ રાતે હું સૂઈ ન શક્યો.
રમેશકુમાર એલ. જાંબુચા ‘રાજ’
(પાણીયાળી-ભાવનગર)
No comments:
Post a Comment