લાગણીને વળી ક્યાં
પાળ હોય છે?
એ તો વહી જાય
છે, જ્યાં ઢાળ હોય
છે.
ક્યાં નથી શોધી લેતી રસ્તો લાગણી
આખરે આશરો તો ગઝલકાર
હોય છે.
નથી થતો કંઈ પ્રેમ જન્માવવાથી
લાગણી
પ્રેમની પણ કંઈ અલગ ઓળખાણ
હોય છે.
વિશ્વાસના પાયા પર રચાય છે
ઈમારત પ્રેમની
નહિતર એનાય કરતાં ઓછા માળ
હોય છે.
ભૂલી જાઓ ભલે તમે બે છેડાં
સંબંધના.
લાગણીને તો લાંબુ વેવિશાળ હોય છે.
ક્યારેય ખૂટી પડતી નથી સામેથી લાગણી
ક્યારેક આપણા અરમાનો વિશાળ હોય છે.
નહિ આપો નામ નફરતનું ક્યારેય લાગણીને,
નહિતર પરિણામ એનું વિકરાળ હોય છે.
- રમેશ પ્રજાપતિ, બુરેઠા
(નખત્રાણા- કચ્છ)
No comments:
Post a Comment