‘‘આજ કહું એના વર્ષો વિતી ગયા,
તમારી યાદમાં કેટલા રવી આથમી ગયા.
એક આશ લઈને આવ્યા’તા એ પરિચીત રસ્તે,
મારા હાલ જોઈને સાગર શમી ગયા.
કેવું રૂપ હતું એમનું, કેવા શરમાળ હતાં તેઓ,
એ યાદ ભર્યા દિવસો મારા દિલને ચૂમી ગયા.
વહેતા માઝુમ તીરે કેવા દિવસો હતા આપણા,
હું ‘‘અહંિ’’ તું ‘‘ત્યાં’’ જાણે રસ્તા ભમી ગયા.
અહંિ વેરાન રણમાં ક્યાં વર્ષે મેઘ ‘બંિદુ’,
બસ, રાહ જોતા તમારી કેટલા શ્રાવણ આથમી ગયા.
આજ કહું એના ‘રાધે’ વર્ષો વિતી ગયા...!’’
પ્રણામી અનિલ ‘રાધે’
(બામણવાડ, મોડાસા, સાબરકાંઠા)
No comments:
Post a Comment