Pages

Sunday, 23 September 2012

બંધ આંખે જોયું’તું મેં એક સ્વપ્નનગર,

બંધ આંખે જોયું’તું મેં એક સ્વપ્નનગર,
જ્યાં રહેવું’તું મારે પ્રેમની સંગાથ;
આંખો ખોલી તો આવ્યા તમે નજર,
પડી મન પર તમારા જ પ્રેમની ભાત;
લાગ્યું જીવનમાં ન રહેશે કોઈ ફિકર,
મળી જાય જો તમારા પ્રેમનો સાથ;
સહેજેય ન થઈ તમારા પર મારા અસ્તિત્વની અસર,
ને જોતી જ રહી ગઈ હું તમારા પુનરાગમનની વાટ;
આંખો રહે છે આજે પણ વાટ જોતી દ્વાર પર,
કે આવશો તમે એક દિ’ મારા મનને ઘાટ;
થાઉં છું અધીરી કહેવા કંઈક, શું ખબર?
ન જાણે કહેવી છે મારે તમને કઈ વાત!
રહું છું આજે હર એક પળ તમારા વગર,
જાણે લાગે કે મને છે પ્રેમની જ ઘાત;
ન વિખેરાત મારા સપનાનો એ મહેલ,
જો આપ્યો હોત તમે મારા હાથોમાં હાથ;
બની ગઈ છું જીવતાં જ નિર્જીવ પથ્થર,
કાંકરાની જેમ નથી રહી મારી કોઈ વિસાત…
**************
રીમા નાયક,
સુરત

No comments:

Post a Comment