તારી સુંદર નજરોએ, આવકાર્યો મને,
તે, તારા હૃદયમાં સંતાડ્યો મને,
જાણે, મારી મંજિલ મળી ગઈ મને,
જી, મને મંજૂર છે, તારો એ ફેંસલો,
મારી નજરો માને છે, તારો ઉપકાર એટલો,
પરમેશ્વરે માર્ગ બતાવ્યો,
હમસફર સાથે ચાલવા જેટલો,
ખોવાયાં એકમેકમાં, બંને હૃદયમાં પડછાયાં,
શરણાઈના નાદે, પ્રેમીપંખીડાંઓને જગાડ્યાં,
પ્રેમની માળામાં પરોવી,
સંસારની દરેક ખુશીઓથી વધાવ્યાં,
આ પ્રેમની ગાથા, બની ગઈ ન્યારી,
પાણી ભરતાં ગાતી, સુંદર પનિહારી,
ફિદા થઈ લહેકાતી, દરેક સુરીલી નારી.
રૂષિ કાગળવાળા (વાંદરા-મુંબઈ)
No comments:
Post a Comment