તુ કહે તો જીવનભર હું ગીત લખતો જાઉં,
મનમાં કવિતા રચતો જાઉં,
મારા દિલની ખુશીથી,
તારા દિલને ભંિજવતો જાઉં,
દુઃખ દર્દ મટાડતો જાઉં.
હું કલમ બનું, તું કાગળ છે,
આપે છે સહારો મુજને
હું વિચાર, તુ વિદ્યા છે,
જેવુ તું લખાવે મુજને
તારા સુંદર અક્ષરોના, શબ્દો બનાવતો જાઉં,
આકાશમાં ચઢતો જાઉં.
આ શબ્દોમાં તુજ તું છે,
હું સમજુ તું જાણે! હા જાણે!
આ છે ગાથા આપણી,
હું ગીત લખું પ્રણયના
સપના જગાડતો જાઉં! હા જાઉં!
તુ કહે તો જીવનભર, હું ગીત લખતો જાઉં,
મનમાં કવિતા રચતો જાઉં
રૂષિ કાગળવાળા
(વાંદરા-મુંબઈ)
No comments:
Post a Comment