સમય હતો કે તમારી યાદ માં
હમણાં જ દિવસ ઉગશે એમ જાણી
જાગતો રહેતો,
ખબર હતી આવવાના નથી તમે,
ભલે પરંતુ તમારા આવવાના એ
ઈંતજારને માણતો રહેતો,
તમારી યાદમાં...
ગુસ્સે જ રહેતા હોય વર્ષોથી
જાણે તેમ રિસાઈ
જઈ કહેતા ‘‘બોલવું નહી તમારે’’
છતાં તમારી એ અદાઓને જોતો રહેતો,
જાણું છું હું, કાંઈ નથી મારા તમે અને
તમારો હું છતાં કાંઈક તો છો તમે મારા
તે જાણી જીવતો રહેતો. તમારી
યાદમાં...
ખબર હશે કદાચ તમને કે ચાહું છું હું
તમને અને ફક્ત તમને જ
બતાવશો તમે કહાની કોઈ બીજી તે
વિચારી ડરતો રહેતો, તમારી યાદમાં...
સમય કાંઈ મારી જેમ ‘‘બોગસ’’ નથી કે
ત્યાં જ રહે... તે તો પસાર થઈ ગયો તેમના
વિચારોમાં આખી રાતનો, ન જાણે
કેમ ચડકો આવી ગયો
તે જોઈ હસતો રહેતો,
તમારી યાદમાં રાત આખી જાગતો રહેતો.
રતન વાઘેલા ‘‘બોગસ’’ (કલોલ)
No comments:
Post a Comment