ખળખળ વહેતી સરિતા સાગરને મળવા દોડે.
બે રહેમ
દુનિયા બંધ બાંધી શાને
એને રોકે?
સજની એના સાજનને મળવા ઘણી તલસે.
બે રહેમ દુનિયા રૂમમાં કેદ કરી શાને એને રોકે?
ઉછળી ઉછળી સાગર રાહ સરિતાની ક્યારનો જુવે.
સરિતાને પોતાનામાં સમાવી લેવા ક્યારનો એ તડપે.
આમ તેમ ઊંચો નીચો થતો સાજન રાહ સજનીની જુવે.
સજનીને પોતાની બાહોંમાં સમાવી લેવા ક્યારનો એ તડપે,
સરિતાને થાય તોડીને બંધ હું સાગર ભણી ભાગુ.
સજનીને થાય
તોડીને આ બંધન
સાજનને જઈ
હું મળુ.
પણ બે દર્દ જમાનો શાને બંનેની તડપ ના
સમજે.
દર્દ દિલનું બંને કોની પાસે જઈને કહે?
હસમુખ એચ. શાહ ‘રાહીં’ (ગોરેગામ-મુંબઈ)
No comments:
Post a Comment