Pages

Tuesday, 11 September 2012

તમે

બસ મને પૂછો નહીં સગપણ તમે
આંખની ભીનાશનું કારણ તમે.

કોઇને તો આભમાં વાદળ ગમે,
છૉ અમારી આંખનાં શ્રાવણ તમે.

કોઇ જો પૂછે અનુભવ પ્રેમનો,
તો અમારી હા અને ના પણ તમે

હુ તમારામાં મને શોઘ્યા કરું,
ને હતા બસ કોઇનાં દર્પણ તમે.

જે સફર તારા ઇશારે નીકળી
કારવા ભટકી ગયા એ રણ તમે

જીવવામા લોકને શું જોઇએ?
જે ખુટે છે આયખે એ જણ તમે

(નરેશ કે.ડૉડીયા)

No comments:

Post a Comment