Pages

Saturday, 22 September 2012

આંસુ



રહું છું ચુપ તો બોલે છે આંસુ,
વરસે છે વર્ષા ને વહે છે આંસુ.
હૃદય સાથે તેનો કોઈ સંબંધ તો હશે,
ધડકન વધે ને ફૂટે છે આંસુ.
હિસાબો કરવા અહીં અઘરાં છે,
વધે છે દુઃખો ને, તોળાય છે આંસુ.
મહેરામણ હશે, નાના હૃદયમાં,
એટલે તો ખારા, હોય છે આંસુ.
વર્ણન કરું તકલીફોનું, ખુટશે પાનું,
કરું રજૂઆત ગઝલ, ને ઢોળાય છે આંસુ.
રાકેશ એચ. વાઘેલારાહી’ (વાંસકુઈ-સુરત)
ઝબકી ગયો...
આપની સાથેનો એક સંગ વીતી ગયો,
સ્મરણોમાં મારા પ્રસંગ રહી ગયો.
સંજોગના મૂલ્ય એના ગયા પછી સમજાય,
દિવસ સંજોગનો હૃદય લૂંટી ગયો.
નિમિતે આપના ને હળવી ૠતુના કુમાશમાં,
મેળાપ ભાગ્ય નો, કેમ છૂટી ગયો.
વસંતની ઝાંખી સાંજ ને યાદ નો અજવાશ,
જાણે મન અને હૃદયથી એને ઝૂકી ગયો.
જણાઈ રહ્યું જાણે ફરી સર્જાયુ આપનું ગમન,
કોઈ પગરવના અણસારે, હું ઝબકી ગયો.
જગમલ રામસુવાસ
(મુ.ખોરાસા-ગીર)

No comments:

Post a Comment