Pages

Tuesday, 11 September 2012

હ્રદય ભીતર ડુસકું

હ્રદય ભીતર ડુસકું એવું એ સમાય ગયું
ગજા બહારનું દુ:ખ કેવું એ ખમાય ગયું,

હળવી રમત સમજી રમતો રહ્યો હરદમ
ખબર નહીં ક્યારે ઇશ્ક નામ રખાય ગયું,


આંસુડે જતન કર્યુ હતું મે તો અરમાનોનું
ફૂલ આશાઓનું તોય કેમ મુરજાય ગયુ?,

કબરમાં પણ છે ખુલ્લી દિલ તણી આંખો
યાદો મહી કલ્પવૃક્ષ એવું એ રોપાય ગયું,

કર્યો પત્થર દિલથી મહોબ્બતનો મુંકામ
“અશોક” નામ પત્થર સાથે ચણાય ગયું

-અશોકસિંહ વાળા
તા. ૨૭-૦૩-૨૦૧૨

No comments:

Post a Comment