એ એક મલકે ઊભી,
મારી રાહ જુએ છે,
થાય છે વાહનોની અવર-જવર ઘણી,
એ ચાતકની જેમ દૂર મારી
નજરુ ભરે છે,
છું હું મનમાં એ મને જણાવવું નથી,
એ વાત મારાં મનમાં મોટું દર્દ ભરે છે,
આવશે, આવશે એ ક્યાં છે એ ઉદ્ગારને,
કોઈ સાંભળીનાં જાય એવાં ગર્ભમાં ભરે છે,
કરે છે વાતો સ્નેહી સાથે સુખની, હાસ્ય આપીને, પણ
આ મન બંધનમાંથી છૂટી પાછળ મારી દોડે છે,
નથી જોયો મુજને એવું તેને લાગે છે,
એ વાત તેના મનમાં એક રંજ ભરે છે,
જોયાં બેઉં એ આંખો મળી, જેમ ગંગા-જમનાને ભળી,
શું આપું પ્રતિસાદ તેનો વિચાર કરે છે.
ભરત કાપડિયા
(કલાપી નગર)
No comments:
Post a Comment