Pages

Thursday, 27 September 2012

સંગાથ



એક તમારી યાદોથી ફુરસદ ક્યાં!
હવે તો, આખી-આખી રાત જાગે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે.
ખોવાયેલા છે બસ તમારા વિચારોમાં
જીનુંક્યાં પોતાનું ઘ્યાન રાખે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે.
મન તમને મળવાને અધીરું
પડછાયો બની તમ પાછળ ભાગે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે.
આજ તમે આવો શક્ય નથી
તો પછી, કેમ ઝાંઝર વાગે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે
કાલ સુધી રહી એકલવાયી જંિદગી
જીનુંઆજ તમારો સંગાથ માગે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે.
જીતેન્દ્ર કુમારજીનું’ (માંડોત્રી-પાટણ)

No comments:

Post a Comment