Pages

Sunday, 16 September 2012

પ્રેમ એટલે...


જેનું કોઈ વર્ણન નથી,
તે કુમાશ છે પ્રેમ,
પ્રેમીપંખીડાઓની ધડકનોનો ધબકાર
છે પ્રેમ,
તડકો, વરસાદ, પાનખર,
વસંતનો સાદ છે પ્રેમ,
યુવાનોની ઉછળતી જવાનીનો ખુમાર છે પ્રેમ,
વિરહના દુઃખનો, પ્રતિસાદ છે પ્રેમ,
કૃષ્ણની વાંસળીના સૂરનો ઉદ્ગાર છે પ્રેમ,
વેલેન્ટાઈનોની ભક્તિનો પ્રસાદ છે પ્રેમ,
સૌની એકતા જાળવતો અઢી
અક્ષરનો શબ્દ છે પ્રેમ.
રૂષિ કાગળવાળા
(વાંદરા)

No comments:

Post a Comment