Pages

Saturday, 22 September 2012

માગું છું



તમારા શબ્દોને વાંચવાની કોશિશ કરતાં,
સમજાતાં જાણવા માગું છું.
તમારી મજબુરીને જાણવા છતાં, ક્યારેક
પાસે આવવા માગું છું.
દરિયામાં ચાહે, અઢળક ખારાશ છે
છતાં પણ ડૂબકી મારવા માગું છું
સમય ભલે વહી જાય ખળખળતા ઝરણાની જેમ
તેની રાહ જોવા માગું છું.
મારી અઢળક નિરાશાઓમાં,
એક આશા જોવા માગું છું.
શબ્દો ખૂટતા નથી તારા વિશે પણ
આજે બે શબ્દો બોલવા માગું છું
લાગણી ભરેલા હૃદયમાં
હું તો કફન ભીંજાવવા માગું છું
તૂટેલા અરીસાના અસંખ્ય ટુકડાઓમાં
ફક્ત નાનું દર્પણ બનવા માગું છું.
મનને ગમતી વીતેલી ક્ષણોમાં
પ્રેમનો જરાક અહેસાસ કરવા માગું છું.
તરસતી આંખોને સંતૃષ્ટ કરવા,
એક નજર કરવા માગું છું.
ક્યાંક મળી જશે ખ્યાલોમાં
અવિરત રાચવા માગું છું.
હવે વઘુ ઉપકાર ના કરશો મને
સતત તે યાદ રાખવા માગું છું.
કહી રહી છે ‘‘શમા’’ તમને
હવે, તો ફક્ત જલવા માગું છું.
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

No comments:

Post a Comment