બહારોએ ગુલશનની
ડોલી લૂંટી,
એ હવા, તું ખોટી
અફવા ફેલાવ ના.
ભાગ્યવાન છે સરિતા
જે વહેતી રહે,
કમભાગી છે,
જુઓ પાણી તળાવનાં.
હિમાલય જેવો હું અડીખમ
ઊભો છું,
માનવી સૂરત બદલે, સ્વભાવ ના.
પ્રેમ બે દિલોનો અનોખો સંગમ છે,
પ્રેમનાં નામે, દેહ તું અભડાવ ના.
ખોયું છે તે ભૂલી જવામાં
સારપ છે,
નાહક અશ્રુઓનાં મોતી લૂંટાવ ના.
રક્ષાય છે ગુલાબ સદા કાંટાઓથી,
બાગબાં તું કાંટાઓને બહેકાવ ના.
યોગેશ આર. જોષી
(હાલોલ)
No comments:
Post a Comment