થોડાંક સમય પહેલાંની આ વાત છે,
પૂનમનો ચાંદને તમારો સાથ છે.
દૂર દૂર એક તારાની સાથે,
એક કલાકારની કૃતિનો સંગાથ છે.
લખાઈ રહી છે કવિતા તમારા જ પ્રેમ થકી,
પક્ષીઓના કલરવ સાથે ગૂંજતો સાદ છે.
પહાડ પરથી ખળખળ વહેતા ઝરણાં મારી આસપાસ છે.
જીંદગીની સુહાની સફરમાં મળતો રહેશે,
સંગ તમારો, એટલી જ મારા મનની આશ છે.
એક ખૂબ સૂરત સ્વપ્નની આ વાત છે,
‘જાનેમન’ને માત્ર બસ તમારી જ તલાશ છે.
શાયર દલપત બી. સોલંકી
(ચાંદખેડા-અમદાવાદ)
No comments:
Post a Comment