Pages

Saturday, 22 September 2012

અઘૂરી



સુરજ ઉગેને આવે તારી યાદ,
દોસ્ત!
તુજ વિના મારી પ્રભાત
અઘૂરી છે.
આંખમાં આંખ પરોવી
હું ડૂબી ગયો તૂજમાં
પણ, હોઠો પર આવેલી
વાત અઘૂરી છે.
તારા વગર ફિક્કાં
પડ્યાં છે ચમનમાં કુલ
ને, મધપૂડામાં પણ મીઠાશ અઘૂરી છે.
દુનિયાથી બેફિકર રહેતાં આપણ તરબતર
આવી પણ જો મુલાકાત અઘૂરી છે.
અસંખ્ય તારાઓ મહીં રડી પડી આજ ચાંદની
કે, સપનાની કોઈ રાત અઘૂરી છે.
આમ ગમગીન રહેશે અંતજીનુંની ગઝલનો
તારી દાદ વીના જેની શરૂઆત અઘૂરી છે.
જીતેન્દ્ર કુમાર (માંડોત્રી-પાટણ)

No comments:

Post a Comment