મારાથી વધારે હૃદયની હરેક ધડકનમાં
તમને કોઈ સામિલ કરે તો મને કહેજો...
જાણવા છતાં તમને, વર્ષોથી અજાણ છું કેમ?
તો પણ મારાથી વધારે તમને કોઈ જાણે તો મને કહેજો...
ચાહતની તો વાતમાં જ છોડો આવા તૂટેલ હૃદયમાં તમને
કોઈ સાચવીને રાખી બતાવે તો મને કહેજો...
તમારું એ વાત-વાત રિસાઈ જવું. વારંવાર,
તેમ મારાથી વધારે મનાવવાની કોઈ કોશિશ પણ કરે તો
મને કહેજો...
જીવનમાં સુખ-દુઃખ તો આવ્યા જ કરે છે.
સુખમાં તો સર્વ સાથે જ હોય છે.
કોઈ દુઃખ મા તમારો હંમેશાં સાથ નિભાવે તો મને કહેજો,
આમતો બોગસ માણસ છું પણ તમને અને ફક્ત તમને જ ચાહું છું છતાં કોઈ સારો માણસ ચાહે વધારે મારાથી તો મને કહેજો...
રતન વાઘેલા
(કલોલ)
No comments:
Post a Comment