જ્યારથી તમે તમારા હોઠ સિવ્યા છે
અશ્રુથી અમે ખુંદને ભીંજવ્યા છે.
કર્યું ખોટું અર્થઘટન અમારા ‘શબ્દ’નું તમે,
દોસ્તીને તમે ખોટા
માર્ગ ચંિઘ્યા છે
નથી સમજી શકતા
અમે તમારા ન્યાયને ક્યાં ગુના અમે એવા ક્રૂર કર્યા છે?
જ્યારથી...
કરી દો દૂર તમે તમારી નારાજગી, તડપતા અમે તમનેય
દિઠ્યાં છે.
વરસાવો તમે ફરી શબ્દોની એ જ હેલી, કર્ણ અમારા તમારા સ્વરના તરસ્યા છે.
તૃપ્ત થશે અમારા દિલની ધરા,
તમારા હોઠે
‘‘શબ્દ’’ સાંભળીને,
સમજીશું અમે શબ્દોના દુષ્કાળ હવે વિત્યા છે. જ્યારથી...
સોલંકી રાકેશ બી. ‘‘શબ્દ’’
(નવા વાડજ)
No comments:
Post a Comment