તારા સુધી પહોંચવાનો માર્ગ
મને મળતો નથી
થાકે છે પગ પણ રસ્તો જરાય ખૂટતો નથી
ન જાને ક્યા મુકામે થશે તારા દર્શન
ઘણું વિચારવા છતાં તાગ એનો મળતો નથી
કેટ-કેટલી રાત તારા
વિચારોમાં ગુમાવી દીધી
છતાં તું કે તારો અણસાર
ક્યાંય મળતો નથી.
પ્રેમના આટલાં પારખાં ન
કરે કે પ્રેમ જ દૂર થઈ જાય.
નસીબદાર છે તું બાકી માગવા
છતાં પ્રેમ એમ મળતો નથી.
જ્યોતિ શૈલેષ ગાંધી
(મોરબી)
No comments:
Post a Comment