પ્રેમ અને લાગણીનો સંબંધ છે વિશ્વાસ.
દર્દ કેરા જામમાં સમાયેલ છે વિશ્વાસ.
આમ તો અહીં ક્યાં કોઈ કોેઈની પરવા કરે છે
ક્ષણભરના સંબંધ સાથે સંકળાયેલ છે વિશ્વાસ
આમ તો નહીં મળે દોસ્ત તુ ંમને ક્યારેય પણ
હજી મારા મનમાં તારી દોસ્તીનો છે વિશ્વાસ
સદા વેચતો હતો માત્ર પ્રેમ અને ‘દયા’
આ દુનિયામાં બધા એ તોડી નાખ્યો છે વિશ્વાસ
આખી જંિદગી વહી જાય આને નિભાવતા
માત્રને માત્ર ક્ષણભરનો શબ્દ છે વિશ્વાસ.
- ચૌહાણ પીયુષ જી. ‘‘પલક’’
મુ. સોનવડિયા (જામજોધપુર)
No comments:
Post a Comment