‘‘તમારી સાદાઈની
અમે જીત કરી બેઠા,
એક ચાંદને શોધવા
આખુ નભ વારી બેઠા
ઉભા રસ્તાની સામે
નયન હદ કરી બેઠા,
એક ક્ષણ ભરી નજરનો
અમે અવસર કરી બેઠા
પડ્યા તા’ વિખૂટા આપણે
એ વરસાદની પળમાં,
વર્ષો બાદ મળ્યા તો
નયન નીર વારી બેઠા.
ચાહ્યા છે તમે ને,
ચાહતો રહીશ તમને.
જગતની સામે અમે
એલાન કરી બેઠા.
ખૂબી તો એ છે કે
નયને નથી ‘‘બંિદુ’’ તમારા
સાચી પ્રિતની જીદમાં ‘‘રાધે’’
ખુદને મારી બેઠા
તમારી સાદાઈની
અમે જીદ કરી બેઠા....!’’
- પ્રણામી અનિલ ‘‘રાધે’’
(બામણવાડ, મોડાસા, સાબરકાંઠા)
No comments:
Post a Comment