મુસીબતની આંધિનોે
સ્વીકાર કર,
સમયની દૂરીને હવે પાર કર.
ખુશીની ક્ષિતિજ
વિસ્તરી ગઈ,
બધી સીમાઓને હવે પાર કર.
દર્દના વમળને ખુશીથી
વ્હાલ કર,
સફરના દાવને હવે પાર કર.
પાનખરના વૈભવને
ખૂબ પ્યાર કર,
વ્યથાનાં વાદળોને હવે પાર કર.
શ્વાસના બોજને ‘સાંઈ’ દૂર કર,
‘નિશીથ’ ભવ્ય કેડીને હવે પાર કર.
- ચૌધરી નારસંિગ આર.
(માંડવી-સુરત)
No comments:
Post a Comment