મજાક તારી ખુદ મજાક ન બની જાય જોજે જરા,
સંબંધ આપણો એક સવાલ ન બની જાય જોજે જરા.
ધૂઘવતો લહેરાતો લાગણીનો આ સમંદર,
સૂકાઈને સાવ સહારા ન બની જાય જોજે જરા.
તાકીને તારી સામે ઊભો છું ખીણની ધારે,
જાણે-અજાણે ધક્કો ન લાગી જાય જોજે જરા.
વિશ્વ્વાસ જાગ્યો છે વર્ષો પછી વ્હાલથી,
આયનો અચાનક તૂટી ન જાય જોજે જરા.
મૂરત મનોહર વસી છે મનમંદિરમા,
પ્રતિમા સહેજે ખંડિત ન થાય જોજે જરા.
‘પાગલ’ કરી છે પ્રાણપ્રતિષ્ઠા તારી પ્રેમથી,
આરાઘ્ય ઇશ્વ્વર ક્યાંક ઊડી ન જાય જોજે જરા.
ડો. પ્રણવ ઠાકર ‘પાગલ’ (વઢવાણ)
No comments:
Post a Comment