ઉદાસ થઈ ગઈ રાત આજે આટલી,
ફૂલોનાં ડૂસકાં બાગમાં સંભળાય છે.
કામ માંડુ છું તો કાંઈ સંભળાય ના,
ભણકાં એનાં નંિદમાં વરતાય છે.
પત્ર બની પરબીડિયામાં પૂરાયો છું,
કોણ જાણે કોનો વિરહ છલકાય છે.
ખલેલ પડે નહીં નંિદમાં એ કારણે,
વાયરા પણ આજે ધીમા વાય છે.
મુક્તક રચેલું જે કદી તારા કાજે,
લાખો દિવાનાં રોજ, એને ગાય છે.
કેવી અકળ છે રીત તારી ઓ ખુદા,
જાન કોઈની, જનાઝો કોઈનો જાય છે.
યોગેશ આર.જોષી (હાલોલ)
No comments:
Post a Comment