Pages

Saturday 25 June 2011

‘બળવા – પીગળવાનો આનંદ !

દેવળના
એક ખૂણે
મીણબતીને બળતી જોઇ!

ઇસુએ પૂછ્યું,
’શું તને આમ
એકલું બળવું-પીગળવું ગમે છે?’

મીણબતી બોલી,
‘બળવા – પીગળવાનો આનંદ !
ભલા તમે દેવતાઓ શું જાણો???’

- પ્રીતમ લખલાણી

- ગગનવાસી !

- ગગનવાસી ! ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો
જીવનદાતા ! જીવન કેરો અનુભવ તું કરી તો જો
- સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવાન
ફક્ત એકવાર કાંટા ની પથારી પાથરી તો jo
-જીવન જેવું જીવન તુજ હાથ માં સુપ્રિત કરી દેશું
અમારી જેમ અમને તું એક પળ કરગરી તો જો
-નથી આ વાત સાગર ની આ ભવસાગર ની વાતો છે
અવર ને તારનારા ! તું સ્વયં એને તરી તો જો
- નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલી છે '' નજીર ''
વફા ના શ્વાસ ભરનારા ! મરણ પહેલા મરી તો જો
- નજીર દેખૈયા (ભાવનગર)

- ઘાયલ



·        અમુક વાતો હ્રુદયની બા હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

રડવાની કસમ ઉપર કસમ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કેઘાયલપી રહ્યો છે જાવ - આવી નથી શકતો.

-
ઘાયલ

Thursday 23 June 2011

લેવા ગયો જો પ્રેમ

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દરશનની ઝંખના હતી, અણસાર પણ ગયો,
એની બહ નજીક જવાની સજા છે એટલી,
મળતો હતો જે દૂરથી, સહકાર પણ ગયો,
એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી,
એવું ય કંઇ નથી કે અધિકાર પણ ગયો,
કેવી મજાની પ્રેમની દિવાલ એ હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો, સમજદાર પણ ગયો.
-’મરીઝ’

એકલી


·         હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી

રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના પહાડો ચઢી એકલી

કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી

ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી

સુનીલ શાહ