Pages

Saturday 4 June 2011

– બરકર વીરાણી ‘બેફામ’ (Befam)


મહોબ્બતમાં હવે મારો પરિચય પ્રમાણે છે

મહોબ્બતમાં હવે મારો પરિચય પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે મને જે ખાસ જાણે છે.
દીધોતો સાથ જેણે, ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર બેફામ શું માંગુ જીવનની જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
        બરકર વીરાણીબેફામ

મંઝિલ બનીને આવ રહેબર બનીને આવ

મંઝિલ બનીને આવ રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે તું સહચર બનીને આવ
કિન્તુ મને છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ
- બેફામ

હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને

હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,
કૈં નહોતુ છતાં, સૌ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,
આમ તો હાલત અમારા બેય ની સરખી છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,
બધાબેફામજે આજે રડે છે મોત પર,
બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
- બેફામ

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.
મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.
મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.
બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયેબેફામ
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે.
-          બેફામ

ગલતફહેમી કરજે, ઐશ માટે મયકશી નહોતી

ગલતફહેમી કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ દુનિયા ગમી નહોતી.
ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જાણ્યું કે સાચી જિંદગી નહોતી.
નથી દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.
બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!
મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!
વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.
મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.
હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, ફક્ત દીવાનગી નહોતી.
જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.
દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
કુરબાની હતી મારી, મારી માંદગી નહોતી.
રડ્યાબેફામસૌ મારા મરણ પર કારણથી,
હતો મારો અવસર ને મારી હાજરી નહોતી.
બરકત વીરાણીબેફામ

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
અશ્રુ પછીનાં સ્મિતનું દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ બગીચામાં ઝાડ છે.
લેવો પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
સુખનાં સોણલાં ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં જૂથ જુદાં હોય છે અહીં,
બેફામએટલે તો કબર ફરતી વાડ છે.
- બેફામ

નથી શકતો

હરદમ હું કર્યા કરતો હતો જેમની વાતો,
જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,
ફુલો વચ્ચે માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહેબેફામ
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.
- બેફામ

લાશ મારી પરંતુ તરાવી દીધી

થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
બીક એક બધાને હતી કે અમે ક્યાંક પહોંચી જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.
દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર, મર્યા બાદ્બેફામસાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.
- બેફામ

બસ એટલું કે….

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.
કેવું મૂગું દરદ છે પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી
માપી લીધી છે મેં ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.
શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.
એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.
એના વદનને જોઈને, ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.
આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
મારું મન છે, કાંઈ તમારું મથક નથી.
જ્યાં હું હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું હોય એવો કોઈ પણ મુલક નથી.
બરકત વીરાણીબેફામ

No comments:

Post a Comment