Pages

Saturday 11 June 2011

પ્રેમ પર ધંધાની અસર

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છેપ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છેછે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છેએમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?લાગણી ટીપી ને તોડી હોય છેબેવફા તારા હૃદયની એરણે –રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હુંતારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હુંકોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈતેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યોબેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છેપ્રેમપત્રોનું અસલ પેકેટ છેહર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –વાપરો તો દિલ મફતમાં ભેટ છે.
[6] પાયલોટ
રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છેતારી નજરનો જોકે જુદેરો પ્રકાર છેજગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જોસિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

[7] દરજી

ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહુંઆમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહેપારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !

[8] પોલીસ

હથકડી હૈયાની નહીં તૂટી શકે !મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી

ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કરતન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કરપ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈંતુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !

[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક

પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપરહે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપરખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શનેએક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

[11] ક્રિકેટર

છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છેડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છેથર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છેઆપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે
– નિર્મિશ ઠાકર (from readgujarati.com)

No comments:

Post a Comment