Pages

Thursday, 23 June 2011

લેવા ગયો જો પ્રેમ

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દરશનની ઝંખના હતી, અણસાર પણ ગયો,
એની બહ નજીક જવાની સજા છે એટલી,
મળતો હતો જે દૂરથી, સહકાર પણ ગયો,
એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી,
એવું ય કંઇ નથી કે અધિકાર પણ ગયો,
કેવી મજાની પ્રેમની દિવાલ એ હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો, સમજદાર પણ ગયો.
-’મરીઝ’

No comments:

Post a Comment