Pages

Saturday 26 May 2012

બેઠો છું

ઝખ્મ તારા સજાવીને બેઠો છું,
યાદોને તારી મઢાવીને બેઠો છું,
આવજે તમ તમારે તારી ફુરસતથી,
શ્વાસને હજી બચાવીને બેઠો છું.
આઘાત પ્રેમના પચાવીને બેઠો છું,
ઈમારત અડીખમ બનાવીને બેઠો છું,
આવે ભલેને એકદમ આંધી-તૂફાન,
ભરોસો તારો ટકાવીને બેઠો છું.
પાનખરમાં વસંતને સંભાળીને બેઠો છું,
પ્રિત અનોખી નિભાવીને બેઠો છું,
તાણી તો જઈશ જરૂર એકદી’ તુજને,
આંખોમાં દરિયો છૂપાવીને બેઠો છું.
ઘુણી તારી જ ધખાવી ને બેઠો છું,
દીવડો અખંડ જલાવીને બેઠો છું,
ઈશ્વરની ઓળખ ‘પાગલ’ને શું કરાવે કોઈ!
નિરાકાર ને જ તારામાં નિહાળીને બેઠો છું.
ડૉ.પ્રણવ ઠાકર ‘પાગલ’ (વઢવાણ)

No comments:

Post a Comment