Pages

Saturday 5 May 2012

તારા ને મારા...


તારા ને મારા સંબંધની શું વાત કરું?
ચાંદ હો આસમાને, ચાંદની રાત કરું?
મળે કોઈને પોતાનું, એને પોતીકું કરું?
જો મળે સથવારો તમારો, તોસહિયરકરું
તારા ને મારા...
ને આમ મળ્યાં એકમેકને આજે અમે!
ને ઉમટ્યાં વંટોળ વિચારોના આજે અમે!
પરસ્પર હિલોળા લેતું, હૃદય કેરું ફૂલ કરું?
ઉમંગ કેરા ફાગણે, પ્રેમનો વિસ્તાર કરું?
તારા ને મારા..
મયુર પંખ પસારે, વન મહિ કરે નાચ
કોયલ તણા રાગે, મળે આંખલડી કરે કાચ!
ઢળતી સાંજલડીએ, પાંગરતી પ્રિત, જાગે રાત!
કહેવા નહીં ને સહેવાય નહીં, એવી છે વાત!
તારા ને મારા..
ગોરડીયા યોગેશ કે. ‘યાદગાર
(ભાયંદર મુંબઈ)

No comments:

Post a Comment