ન હતી કદી કલ્પના કે રસ્તામાં મળીશુ અજનબીની જેમ,
તારા ઢળેલા નયનોમાં હશે પશ્ચાતાપનો ગૂઢ સંદેશ,
ન રહી તારી ચાલમાં એ પહેલા જેવી લચક,
ન ફેલાઈ હવામાં એ ચમેલીની પરિચિત મહેક,
હવામાં ઉડતા તારા વાળને સ્પર્શ કરવાનો નથી મને કોઈ હક
રહ્યો છે આપણને હવે આ દંભી સમાજનો ડર
તારા કંપતા અધરોની સમજી શકુ ંછું હું મૂક વાણી
તારા ઊંડા નિશ્વ્વાસ અને આહની ગહરી ઉદાસી
ન રહી તારી આંખોમાં એ પહેલા જેવી ચમક અને મસ્તી
કોણ સંભાળશે આપણી દર્દભરી દાસ્તાન જંિદગીની
કરુ છું દુઃઆ આવતા જન્મમાં થાય આપણો સુખદ મિલાપ,
ન હોય એ જંિદગીમાં કોઈ કરુણતા કે વિયોગનો વિલાપ
શ્રીમતી ફિઝ્ઝા એમ આરસીવાલા
(મુંબઈ)
No comments:
Post a Comment