Pages

Tuesday 4 June 2013

ગઝલ

અમારા ઉપર કોઈની નજર નથી,
એટલે તો અમને કાંઈ ફિકર નથી.
એકલતાનો સાથ બહુ ગમે છે.
કોઈના સાથની હવે જરૃર નથી.
તરસતા હતા મારી એક પલ માટે,
હવે કહે છે મારી પાસે સમય નથી.
મને જોઈને ખૂબ હરખાઈ જતી,
હવે ચહેરા ઉપર તેવી અસર નથી.
કબરનું સરનામું શોધી રહ્યો છું.
નરેશની કોઈને હવે ફિકર નથી.
ગોહેલ નરેશકુમાર એમ (પાલીતાણા)

No comments:

Post a Comment