Pages

Tuesday 4 June 2013

પ્રેમના દસ્તખત

અમારા દિલ પર પ્રેમના દસ્તખત કરી દો.
પાનખરના હોંસલા તમે પસ્ત કરી દો.
હાથ આપી તમારો અમારા હાથમાં.
વસંતને આજ તમે હસ્તગત કરી દો.
છે કમી એક તમારી અમારા દિલબાગમાં,
વસીને એમાં એને તમે મસ્ત કરી દો.
કાયમી વસંત રહેશે પછી એમાં
વેરીને હાસ્ય તમે 'હા' ફક્ત કહી દો.
માગું છું સાથ તમારો એક યાચક બનીને,
મૂજ પ્રેમભીક્ષુકને ગુલાબની ખેરાત કરી દો.
હોય વિશ્વાસ અમારા 'શબ્દ' પર તમને જો,
દુનિયાની ચિંતાને બરખાસ્ત કરી દો.
સોલંકી રાકેશ બી. (નવા-વાડજ)

No comments:

Post a Comment