Pages

Tuesday 18 June 2013

'હૈયાનું દર્દ'

દુનિયા કહે તો કહેવા દેજે
દર્દ હૈયાનું સહેવા દેજે
આંસુ હૈયાનું વહેવા દેજે
દુનિયા કહે તો...
જમાને રંગ બદલાતો જાય છે!
આપણાં કોઈ પરાયા થાય છે!
ત્યારે દર્દ હૈયાને જે થાય છે,
તે દર્દ આંસુ બની વહેવા દેજે...
દુનિયા કહે તો...
આકાશે રંગ બદલાતો જાય છે!
સિતારો કોઈ વિખૂટો થાય છે!
ત્યારે દર્દ આકાશે જે થાય છે,
તે દર્દ વર્ષા બની વહેવા દેજે...
દુનિયા કહે તો...
કિરીટ મિસ્ત્રી (મીરા રોડ)

No comments:

Post a Comment