Pages

Tuesday 4 June 2013

ઓ પ્રિતમ

પ્રિતમ
જેમ મેહુલિયાએ ધરતીને લીધી તેમ,
આજ મને આગોશમાં લે,
તરસી છું, ધરતી છું, વલખી છું તારા વિણ,
મારી પ્યાસ તું બુજાવી દે.
આગ લાગી છે મારા અંગે અંગમાં,
તેને તું આજ ઠારી દે,
વલખી રહ્યું જોને મારું દલડું,
તારી છાતીએ ચાંપી દે.
વિયોગનાં ઝેરને મિલનનાં મારણ  વડે,
આવ આજ ઓકી દઈએ,
હોઠોના અમૃતથી મુજ મૃતાત્માને,
તું આજ જીવાડી દે.
જી. કે. મહેતા (ઘાટલોડિયા)

1 comment:

  1. Playtech Casinos Near Me - The JamBase
    Here 포항 출장샵 you can find all of the latest playtech and slot machines from the leading providers at JCM Hub. New 정읍 출장마사지 slots and live dealer games from 안양 출장안마 Pragmatic 대구광역 출장마사지 Play 충청북도 출장안마

    ReplyDelete