Pages

Tuesday 18 June 2013

યુવાની

મુગ્ધાવસ્થાએ ઓઢી લીધી ગુલાબી ઓઢણી યુવાનીની,
ઉપવનમાં ફૂલોએ છડી પુકારી વસંતઋતુની,
ઘંટીનો સુરીલો રણકાર સંભળાઈ રહ્યો હતો મારી વાણીમાં,
રાત્રિનો ઘેરો અંધકાર સમાયો હતો મારા લાંબા-કેશકલાપમાં,
શરમના ભારથી ઝુકી જતા હતા મારા મદ ભર્યા મૃગનયનો,
ઉષાની લાલિમા સાથે હરીફાઈ કરતા હતા મારા રતુંબડા ગાલો,
અર્ધ-ખિલી કળી સમાન ઉઘડતા હતા મારા નાજુક અધરો,
કુદરતના કુશળ ચિત્રકારે ભર્યા હતા મારા અંગોમાં સુંદર રંગો,
દિલમાં રહે છે ડર, કાળની થપ્પડો સુંદર ચિત્રને કરે ખંડિત,
ઘડપણ આપી ઇશ્વર કરશે શું એના સર્જનનો વિનાશ દિલથી કર્યું જેને અંકિત.
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

No comments:

Post a Comment