Pages

Tuesday 18 June 2013

''અમારી કમનસીબી''

અમારી સાથે કેમ આવું થાય છે
વહેતી નદી મૃગજળ થઈ જાય છે
આશ રાખીએ છીએ અમે ઘનઘોર વાદળ પર જ્યારે
દરેક વાદળ ત્યારે નિર્જળ થઈ જાય છે
પ્રવેશીએ છીએ અમે વસંત બહારમાં જ્યારે
પાનખર જેવું સ્થળ થઈ જાય છે
દબાવી રાખીએ છીએ અમે નિરાશાને દિલમાં
તો ચહેરા પર ઉદાસીના શળ થઈ જાય છે
હસી પડાય છે અમારા ભાગ્ય પર અમારાથી
આંખ અમારી ત્યારે સજળ થઈ જાય છે
દુર રાખવા માગીએ છીએ અમારી ગઝલને નિરાશાથી
તોય, કરુણ 'શબ્દ'માં ભળી જાય છે
વિશ્વાસ કરી બેઠા છીએ અમે જે ખુદા પર
એજ કપટ-છળ જાણે કરી જાય છે.
સોલંકી રાકેશ બી. 'શબ્દ' (નવા-વાડજ)

No comments:

Post a Comment