Pages

Tuesday, 18 June 2013

મૌન

નજર મળી ને હોઠ સીવાઈ ગયા
દિલ મળ્યા ને હોઠ સીવાઈ ગયાં
શૈશવની રમત તો ભૂલાઈ ગઈ
શબ્દ મળ્યા ને હોઠ સીવાઈ ગયાં
રાહ જોઈ સપનાની નીંદર ઝોંકે
સગડ મળ્યા ને હોઠ સીવાઈ ગયાં
દિલના પૈમાનામાં શરાબ ભરું
મન મળ્યા ને હોઠ સીવાઈ ગયાં
આશા નિરાશામાં અટવાતા રહ્યાં
ખબર મળ્યા ને હોઠ સીવાઈ ગયાં
પગરવ પણ એના વેરી થઈ ગયાં
પત્તો મળ્યો ને હોઠ સીવાઈ ગયાં
સખી મનની મનમાં રહી ગઈ
તમે મળ્યા ને હોઠ સીવાઈ ગયાં
દર્શિતા બાબુભાઈ શાહ 'સખી' (અમદાવાદ)

No comments:

Post a Comment