Pages

Tuesday 4 June 2013

વસંત

બે પ્રેમીઓ જ્યાં જ્યાં મળે, વસંત હોય,
હોઠોના ખૂણે જિંદગી હસતં હોય છે.
ફૂલોના ઠામ એમના ગાલો મહીં મળે,
જાણે છે જાણનાર શી સુગંધ હોય છે.
ઝાલીને દોર હાથમાં ભાળ્યા કરે છે શું?
આભલામાં ક્યાં કદી પતંગ હોય છે?
જખ્મો સજાવી ઘાયલો બેઠા છે ક્યારના,
પ્રતિક્ષા એમની સદા અનંત હોય છે.
ફાટી ગયા છે એક બે પાનાં હિસાબમાં,
યાદી બધીયે આમ તો સળંગ હોય છે.
ગુલાબી ગાલના ફૂલે જરા શી મેંશ શા
કેવાં કેવાં હસીન પણ કલંક હોય છે?
ટાળ્યા કરું છું બાગમાં કળીઓ કને હવે
'
છુપાઈ ગયા ક્યાં તમે?' પૂછંત હોય છે.
રણછોડ વી. પરમાર (ગાંધીનગર)

No comments:

Post a Comment