Pages

Tuesday 18 June 2013

''ખબરેય ન પડી'

જિંદગી માણવાની મજા હજુ પડી પડી,
ત્યાં મોતનાં છાયાં વાદળ, ખબરેય પડી,
આંસુ વહાવતા રહ્યા યાદ કરીને દિવસો,
ક્યાં યુવાનીના ગયા વીતી, ખબરેય પડી,
શું વસંત સમી ખીલી હતી જિંદગી મારી,
ને ક્યારે આવી પતઝડ, ખબરેય પડી,
બન્યાં હતાં જે હાથપગ, યુવાનીમાં સહારો
ક્યારે શિથિલ થઈ ગયાં, ખબરેય પડી,
માન્યું હતું મળશે સફળતા ઘડીક પ્રેમમાં,
ને થઈ ગયા વિફળ, ખબરેય પડી,
જેના સથવારે કરવી હતી, સફર છેલ્લી
સાથ છોડી ગયા અને ખબરેય પડી,
આજ સુધી પોતે સળગી, પ્રકાશ આપતાં રહ્યાં
અને બુઝાઈ ગયા ક્યારે, ખબરેય પડી
દિલીપ કે. સુથાર  (સાણંદ)

No comments:

Post a Comment