Pages

Tuesday 4 June 2013

આંખનાં કામણ

તારી આંખનાં કામણ મને ગમે છે,
પ્રેમના સઘળાં કારણ મને ગમે છે.
સજાવી છે મહેફિલ તેં મારા માટે,
તારી પ્રીતનું આમંત્રણ મને ગમે છે.
જોઈ મુજને આંખો ઝુકાવી તેં જ્યારે,
તારી ઝુકેલી પાંપણ મને ગમે છે.
શબ્દોમાં વ્યક્ત થશે નહીં મારી લાગણી,
'
મહેક' સ્નેહનાં આવરણ મને ગમે છે.
જોઉં છું દુનિયામાં તારા અવનવા રંગરૃપ,
તેથી તારું આકર્ષણ મને ગમે છે.
દિલીપકુમાર પ્રણામી 'ગુલશન'
ટીંટોઈ (સાબરકાંઠા)

No comments:

Post a Comment