કોયલ સમો જવાબ દે,
તુજ હોઠનો શરાબ દે.
માલણ થઈ મુજ બાગની
ફૂલો ભરેલ છાબ દે.
દેખ્યાં ફૂલ અનેક મેં,
તુજ દિલ તણું ગુલાબ દે.
ચહેરો ગણું રુડો-ભલો,
એને શીદ નકાબ દે?
રાહ જોતી જ આંખડી,
ખુલ્લી હૃદય-કિતાબ દે.
પાન સહુ ખંખેરુ હું
તું વસંતનો રુઆબ દે.
- જગદીશ સાઘુ ‘પ્રજ્ઞેય’
(સુરત)
No comments:
Post a Comment