Pages

Saturday, 8 September 2012

વાદળની વેદના


એને નિરખવામાં
મારી આંખોને પણ પાંપણો છે,
એ હું ભૂલી જાવ છું,
એની યાદમાં હું
રણમાં પણ ડૂબી જાવ છું,
એમના જ પ્રતાપે હું
એકાંતમાં ગુમ અને,
ભીડમાં પણ ઝડી જાવ છું,
એમનો પગરવ સાંભળી હું,
કે કા પણ ભૂલી જાવછું.
એને જોતા જ દિલ ધબકાર મૂકી
વાણી મૌન કરી જાવ છું,
અને અમાસમાં પણ હું
પૂનમના દર્શન કરી જાવ છું,
એ જ દિશા માંથી વાતા
સમીરનો સ્પર્શ થતા,
હું ગુલાબની ફોરમને
પણ ભૂલી જાવ છું.
લોકો જેને વરસાદ સમજે છે
એ વરસાદ છે કે પછી છે,
વાદળની વેદના....
એ હું ભૂલી જાવ છું.
- વાઘેલા પ્રદિપ સંિહ એસ. (મુ.ગતરાડ)

No comments:

Post a Comment