તુ નથી તો આ મહેફીલ
પણ વિરાન લાગે
તારી હાજરીમાં તો
આ વિરાની પણ
ગુલેગુલઝાર લાગે
પૂછ મારા અશ્રુઓને તું
હવે તો તારી જુદાઈ પણ અસહ્ય લાગે
તુ આસપાસ છે એવો મને ભાસ લાગે
મારા અણુએ અણુમાં તારો વાસ લાગે
એટલે જ તું મને દિલની પાસ લાગે
આંખોમા તારા દિદારની પ્યાસ જાગે
એટલે જ તને મળવાની આશ જાગે
હૃદયમાં તારા પ્રેમનો અહેસાસ જાગે
એટલે જ મારી જંિદગી મને ખાસ લાગે
તુ મને મારી આસપાસ લાગે
એટલે જ જીવન પર મને વિશ્વ્વાસ જાગે
મિનાઝ વસાયા (મહુવા)
No comments:
Post a Comment